Ads Area

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024

ગુજરાત મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 ખાસ ઝુંબેશ માટેની તારીખો.....


✓ હવે પછી જાણ કરવામાં આવશે...
આ દિવસોએ ખાસ ઝુંબેશ યોજાશે

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૪

ખાસ ઝુંબેશના દિવસો

જરૂરી પુરાવા
1. આધાર કાર્ડ. ઝેરોક્ષ
2. શાળા ની L.C. ઝેરોક્ષ
3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
4. પાસપોર્ટ ફોટો

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.





રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝુંબેશ દિવસ તરીકે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર (રવિવાર)ના દિવસોએ ખાસ ઝુંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યા છે.


હાલ મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા છે. જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તથા તમામને EPIC (મતદાર ઓળખપત્ર) ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પુનઃગઠન બાદ કુલ 50,677 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન આગામી ખાસ ઝુંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યો છે. આ દિવસે બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે.


વધુમાં, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને VSP ઉપર ઑનલાઈન ફોર્મ ભરી શકાશે.

મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા અહીં ક્લિક કરો


આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મળેલી હક્ક-દાવાઓની અરજીઓનો નિકાલ કરી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે, Image PDF ફોર્મેટમાં મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોની મતદાર યાદી જોવા મળી શકશે

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad