Ads Area

તા-૧૮/૧૧/૨૦૨૪ થી તા-૨/૧૨/૨૦૨૪ કુલ -૧૫ દિવસ બાલવાટિકા અને ધોરણ ૧ અને ૨ માં *નિપુણ પખવાડા* તરીકે ઉજવવાનું રહેશે.

તા-૧૮/૧૧/૨૦૨૪ થી તા-૨/૧૨/૨૦૨૪ કુલ -૧૫ દિવસ બાલવાટિકા અને ધોરણ ૧ અને ૨ માં *નિપુણ પખવાડા* તરીકે ઉજવવાનું રહેશે.


નિપુણ ભારત મિશન અંતર્ગત નિપુણ પખવાડા'ની ઉજવણી બાબત....

ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જાણવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં જ 1/2 હેતુઓને સિદ્ધ કરવા માટે અને ખાસ કરીને પાવાના ધોરણના શિક્ષણને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર ખારા નિપુ. ભારત મિશન અમલમાં મૂકવામાં આવેલ છે. 

નિપુણ ભારત મિશનના ધ્યેયો અને લક્ષ્યોને ધ્યાને લઈ ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ર ના બાળકો માટે 30 થી વધુ વિવિધ પ્રકારનું રીક્ષણિક સાહિત્ય તૈયાર કરી શાળાઓમાં આપવામાં આવેલ છે. જેનું શાળાઓમાં શૈક્ષણિક પ્રક્રિયામાં બાળકો અને શિક્ષકો ખૂબ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે.

પાયાના શિક્ષણમાં બાળકોને પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, અનુભવજન્ય શિક્ષાણ, શિક્ષક બરા વ્યક્તિગત શિક્ષણ, સહપાઠી શિક્ષણ (પીઅર ગ્રુપ લર્નિંગ), પ્રોજેકટ-પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, રમત અને કલા દ્વારા શિક્ષણ વગેરે પદ્ધતિઓ દ્વારા બાળકોને આનંદદાઈ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

પ્રથમ સત્ર પૂર્ણ થતા દિવાળી વેકેશનના ૨૧ દિવસ શાળાબઓમાં રજા હોય છે. જેથી બાલવાટિકા અને ધોરણ ૧ અને ર ના બાળકો ચંચળ પ્રકૃતિ અને વધુ નાના હોવાથી વેકેશન દરમિયાન તેઓમાં અધ્યયન કરેલ બાબતોનું લર્નિંગ લોસ થાય તે સાહજિક છે. આ અનુભવે શિક્ષકો નવા સત્રની શરૂઆતમાં બાળકોને અગાઉ અધ્યયન કરેલ બાબતોનો મહાવરો અને પુનરાવર્તન કરાવ્યા બાદ નવીન સત્રના એકમની શરૂઆત કરતા હોય છે.

ઉપરોક્ત બાબતે ચાલુ વર્ષે પાથાના શિક્ષણ માટે શાળાઓમાં વિવિધ શૈક્ષણિક સામગ્રી આપવામાં આવેલ છે જેના વિશેષ મહાવરા અને પાયાના શિક્ષણ માટે નિપુણ ભારત અંતર્ગત શાળાઓમાં ઝુંબેશ સ્વરૂપે બાળકીને સારું વાંચન, લેખન અને ગણનનો મહાવરો મળે અને ત્યારબાદ પ્રિતીય સત્રના અભ્યાસમાં જોડાય તે અપેક્ષાબે શાળાઓમાં તા:૧૮/૧૧/૨૦૨૪ થી તા:૦૨/૧૨/૨૦૨૪ દરમિયાન બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને રમાં "નિપુણ પખવાડા"ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

સદર નિપુણ પખવાડાની ઉજવણી દરમિયાન બાળકોને અધ્યયન નિષ્પતિઓ અને પોતાના ધોરણના વિષયવસ્તુનો મહાવરો પ્રાપ્ત થવાનો છે. સાથે સાથે શિક્ષક પણ કથા બાળકને કેટલું આવડે છે. કેટલો લર્નિંગ લોમ થયો છે ? જેવી બાબતો જાણી આગામી શૈક્ષણિક આયોજન તૈયાર કરી શકે છે.

તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ર ના બાળકો માટે નિપુણ પખવાડાની ઉજવણી દરમિયાન નીચે જણાવેલ બાબતો ધ્યાને લઈને અમલીકરણ કરવાનું રહેશે.

જે તે શિક્ષકે પોતાના વર્ગના બાળકોની શૈક્ષણિક ઉસ્થતિ જાણી તે મુજબ નિદાન અને ઉપચારનું કાવ્ય હાથ ઘરવું, આ અંગે પ્રથમ સત્રમાં બાળકોને કઈ અધ્યયન નિષ્પત્તિઓમાં કચાશ જણાયેલ છે તે ધ્યાને લઈ તેમાં સુધાર આવે તેવી પ્રવૃત્તિઓ યોજવી.

નિપુણ પખવાડાની ઉજવણી દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરાવવા માટે ચાલુ વર્ષે ધોરણ ૧ અને ર માટે વર્ગદીઠ રૂપિયા ૧૪૦૦/- પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હતી તેમાંથી વસાવવામાં આવેલ સામગ્રી અને તે ઉપરાંત શાળા પાસે ઉપલબ્ધ અન્ય સામગ્રીનો પણ ઉપયોગ કરવો. > શાળાઓમાં રાજ્ય તરફથી આપવામાં આવેલ તમામ શૈક્ષણિક સાહિત્ય/સામગ્રીનો ઉપયોગ કરી ખાળકોને વાંચન, લેખન અને ગણન કાર્ય કરાવવું.

વર્ગમાં ઉપલબ્ધ સેલ્ફ લર્નિંગ મટીરીયલનો પણ ઉપયોગ કરવો.

વર્ગમાં વધુ પ્રતિભા ધરાવતા બાળકોને લીડરશીપ આપી પીઅર ગ્રૂપ લનિંગનું આયોજન કરવું.

દરરોજ બાળકીને અક્ષર/શબ્દ/વાક્ય/કશ તેમજ અંક/સંખ્યાનું શ્રુતલેખન અને અનુલેખન કરાવવું. વાંચન અને શ્રવણ અર્થગ્રહણ તથા મૌખિક અને લેખિત અભિવ્યક્તિ જેવા કૌશલ્યનો વિકાસ કરવો.

પ્રાથમિક ગાણિતિક ક્રિયાઓમાં ઝડપથી ગણતરીના કૌશલ્યનો વિકાસ કરવો.

દરરોજ બાળકોને વાર્તાના પુસ્તકો તેમજ શાળા પુસ્તકાલયમાં ઉપલબ્ધ અન્ય પુસ્તકોમાંથી જે તે ધોરણને અનુરૂપ વાંચન કરાવવું. બાળકો વાંઘેલ પુસ્તક/સાહિત્ય/વાતી/ગીતને પોતાની શૈલીમાં વર્ગમાં રજૂ કરે તેવું આયોજન કરવું.

બાળકોને પીઅર ગ્રુપ લર્નિંગ દ્વારા શબ્દ અંતાક્ષરી /પઝલ /રમત કોયડા / ઉષ્ણાણા /કવીઝ /પપેટલો / કોલાઝવક/ચીટકકામ/વૈશભૂષા/અભિનય ગીત જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઇને શૈક્ષણિક કાર્ય કરાવવું.

પ્રથમ ક્ષેત્રના અધ્યયન સંપુટના કોઈ મુદ્દા કોઈ બાળકને બાકી રહેલ હોય તો તે પૂર્ણ કરવા અને પછી બીજા સત્રના અધ્યયન સંપુટમાં આગળ વધવું.

> શિક્ષકોએ પોતાની દૈનિક નોંધપોથીમાં નિપુણ પખવાડા અંગે કરેલા બાલોજનની નોંધ કરવી.

> સીઆરસી કો.ઓ., બીઆરપી-નિપુણ, બીઆરસી કો.ઓ, તાલુકા તમામ દ્વારા નિપુણ પખવાડા' અંગે મોનીટરીંગ. અને હેન્ડ હોલિંગ કરી શિક્ષકો તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા

> સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોની શૈક્ષણિક સ્થિતિમાં વધારો કરવાનો હોવાથી કોઈ પણ કક્ષાએ શાળાઓ પાસેથી સંખ્યાકીય માહિતી મંગાવવાની રહેશે નહિ. સંખ્યાકીય માહિતીના બદલે શિક્ષકો અને બાળકો માટે પ્રોત્સાહક મોનીટરીંગ અને હેન્ડ હોલ્ડિંગ બરા અસરકારક અમલીકરણ ઉપર ભાર આપવો

ઉપરોક્ત આયોજન અનુસાર તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન બાદ શાળાઓ પુનઃશરૂ થયાના પ્રથમ દિવસ તા.૧૮/૧૧/૨૦૨૪ને સોમવારથી તા.૦૨/૧૨/૨૦૨૪ને સોમવાર સુધી નિપુણ પખવાડા" ઉજવવા માટે અને મોનીટરીંગ તથા હેન્ડ હોલ્ડિંગનું આયોજન તૈયાર કરવા જણાવવામાં આવે છે.

અગત્યની લીંક

તા-૧૮/૧૧/૨૦૨૪ થી તા-૨/૧૨/૨૦૨૪ કુલ -૧૫ દિવસ બાલવાટિકા અને ધોરણ ૧ અને ૨  માં *નિપુણ પખવાડા* તરીકે ઉજવવા બાબત પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad