Ads Area

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલસાહેબનોનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

----------

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો

---------

-:રૂ. ૨૦ લાખને બદલે હવે રૂ. ૨૫ લાખ:-

---------

તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને લાભ મળશે

----------

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. ૨૦ લાખની મર્યાદામાં આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. ૨૫ લાખની મર્યાદામાં આપવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે.

અગત્યની લીંક

નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટી રકમમાં વધારા બાબતનો ઠરાવ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો. 30/11/2024

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad