Std 1 To 12

 શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ(SMDC) ની પુનઃરચના કરવા બાબત.

 શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ(SMDC) ની પુનઃરચના કરવા બાબત.

Join WhatsApp Group  Join Now
 
Join Telegram Channel  Join Now

શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ(SMDC) ની પુનઃરચના કરવા બાબત.

વિષય : શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ(SMDC) ની પુનઃરચના કરવા બાબત.

શૈક્ષણિક વર્ષ 2023-24 શરૂ થતાં પહેલાં SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) ની પુનઃ રચના કરવા બાબત

રાઇટ ટુ એજયુકેશન એક્ટના સેક્શન-૨૧ મુજબ રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) તથા માધ્યમિક શાળાઓમાં શાળા સંચાલન અને વિકાસ સમિતિ (SMC) ૨૦૧૦-૧૧ થી રચના કરવામાં આવેલી છે  SMC ની દર બે વર્ષે પુનઃરચના કરવાની થાય છે તે પ્રમાણે શાળા વ્યવસ્થાપન સમિતીની પુનઃરચના વર્ષ ૨૦૨૧૨ માં કરવામાં આવેલ હતી હવે સમગ્ર રાજયમાં એકસૂત્રતા જળવાય તે રીતે વર્ષ ૨૦૨૩-૨૪ ના નવા શૈક્ષણિક સત્રથી (વર્ષ-૨૦૨૩-૨૪ તથા ૨૦૨૪-૨૫ એમ બે વર્ષ માટે નીચે મુજબની સુચનાઓ ધ્યાને લઈ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની પુનઃરચના કરવાની રહેશે.ISMC માં ૭૫ ટકા (૯ સભ્યો) શાળામાં અભ્યાસ કરતાં બાળકોના માતા-પિતા કે વાલીઓમાંજે વાલી એક વખતના કાર્યકાળમાં સભ્ય બની ચુકયા છે તે વાલી પુનઃ રચનામાં પુનઃ નિયુકિત ન મેળવી શકે તેવું જણાવીએ 2. SMC માં એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદમાં નિવૃત્ત આચાર્ય અથવા જે ગામના વતની હોયતેવા સરકારી અધિકારી કે જેઓ નિવૃત હોય અથવા તેઓની સર્વિસ ચાલુ હોય તેઓનેશિક્ષણવિદ તરીકે લેવા સંબંધિતોને જણાવવાનું રહેશે.
૩. શાળામાં વાલીસભા/ગ્રામસભા યોજી આયાર્યશ્રી ધ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિ SMC ની પુનઃ રચના માટે વાલી મીટીંગનું આયોજન કરવું અને વાલી મીટીંગ માટે અવાડિયા અગાઉ વાલીઓને જાહેર સ્થળો પર જાહેરાત કરી જાણ કરવાની રહેશે તેમજ પુનઃ રચનાની કામગીરી માટે મળેલ વાલી મીટીંગની કાર્યવાહી નોંધ તૈયાર કરવાની રહેશે

4. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ શરૂ થતાં પહેલા સદર કામગીરી પૂર્ણ કરવા જણાવીએ 5, શાળા સંચાલન અને વિકાસ સમિતિ (SMC) ની પુનઃ રચના માટે શિક્ષણ વિભાગના  સાથે સામેલ પત્ર મુજબ ના પત્રની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં પુનઃરચના થઈ ગયા બાદ સીઆરસી કો.ઓ. તેના હસ્તકની તમામ શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ SMC ની નિયમોનુસાર પુનઃરચના થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર બીઆરસી કો.ઓને આપે બીઆરસી કો.ઓ.તેના તાલુકાની તમામ શાળાઓની પુનઃ રચના થયેલ છે તેવું પ્રમાણપત્ર જિલ્લા પ્રોજેકટ કો.ઓ.ને આપે ત્યારબાદ જિલ્લા પ્રોજેકટ કો.ઓ તેમના જિલ્લાની તમામ શાળાઓમાં પુનઃરચના થયેલ છે તેવું પ્રમાણપત્ર સ્ટેટ પ્રોજેકટ કચેરીને મોકલી આપવા જણાવીએ.

જિલ્લાની તમામ સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ ધ્વારા તેઓની સરકારી માધ્યમિક શાળામાં નિયમોનુસાર SMDC ની પુનઃરચના કરવામાં આવેલ છે તે અંગેનું પ્રમાણપત્ર સીઆરસી કો.ઓ.ને આપે,સીઆરસી કો.ઓએ તેઓના હસ્તકની સરકારી માધ્યમિક શાળાઓમાં નિયમોનુસાર SMC ની પુનઃરચના કરવામાં આવેલ છે તે અંગેનું પ્રમાણપત્ર બીઆરસી કો.ઓ.ને આપે બીઆરસી કો.ઓ.તેઓના તાલુકાની તમામ સરકારી માધ્યમિક શાળાઓમાં નિયમોનુસાર SMDC ની પુનઃરચના કરવામાં આવેલ છે તેવું પ્રમાણપત્ર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને આપે ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તેમના જિલ્લાની તમામ સરકારી માધ્યમિક શાળામાં નિયમોનુસાર SMDC ની પુનઃરચના કરવામાં આવેલ છે તેવું પ્રમાણપત્ર આપની સહીથી સ્ટેટ પ્રોજેકટ કચેરીને મોકલી આપવાનું થાય છે.

પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો

શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ(SMDC) ની પુનઃરચના કરવા બાબત.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button